• ફોન
    +91 79 2546 7373
  • ઈ મેઈલ
    trust@divanballubhai.edu.in
  • અમને અનુસરો

આચાર્યશ્રી નો સંદેશ

વિદ્યાર્થી ભાઈ – બહેનો,

શુભારંભ થતા શૈક્ષણિક નવા સત્રે આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. તથા આપ સર્વના શ્રેયની મનોકામના કરું છું.

We want that Education by which character is  Formal Strength of mind is increased, intellect is Expanded and by which one can stand  on one`s own Feet. Each Soul is potentially divine. The Goal is to  Manifest  this Divinity.

મિત્રો,

પૂ. આદ્ય સ્થાપકો દ્વ્રારા આવા ઉચ્ચ આદર્શ  અને મૂલ્યોના  હેતુસર, રાષ્ટ્રીય ભાવનાનો વરેલ આપણી શાળાની સ્થાપના થયેલ જેનુ સુચારુ વહન આપણા આદરણીય સંચાલક મંડળ દ્વારા યથોચિત થઇ રહ્યું છે ત્યારે તેના વાહક બની આપણે સૌ સહભાગી બનીએ.

આપ સર્વનઆંતરિક શક્તિઓને પીછણી તે શક્તિઓની ખીલવણી કરી તેને સાકાર સ્વરૂપ આપવાનું કાર્ય સમગ્ર શાળા પરિવાર દ્વ્રારા થઈ રહ્યું છે.

શિક્ષણની સાથે સાથે આપ સર્વનો નૈતિક, સામજિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક વિકાસ થાય તેવુ તંદુરસ્ત વાતાવરણ સર્જી ઉત્સાહસભર, મૂલ્યનિષ્ઠ અને શિસ્તબધ્ધ નાગરિકો સમાજને પ્રાપ્ત થાય તેવા નિષ્ઠાપૂર્વક ના પ્રમાણિક પ્રયત્નો અત્રે થઈ રહયા છે.

ઉચ્ચ ગુણવત્તાસભર શૈક્ષણિક  તથા સહશૈક્ષણિક અનેકવિધ પ્રવૃત્તિઓ ની સાથે આપના સર્વાંગી ઉત્થાન સારું વિવિધતામાં એકતાની ભાવનાને ઉજાગર કરવા સાંસ્કૃતિક તથા રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન અને તેનુ સફળ સંચાલન કરવામાં આવે છે જેથી આપ સૌ માં સફળ નેતૃત્વના ગુણો અંકુરિત થાય.

મિત્રો, આપણને સૌને દીવાન-બલ્લુંભાઈ જેવા અતિ લબ્ધ પ્રતિષ્ઠિત શાળાના એક ભાગ થવાનું સદભાગ્ય સાંપડયુ છે તેથી આપણે સૌ કૃતકૃતજ્ઞ અને ધન્યતાની રોમહર્ષ ગૌરવ લાગણીઓ અનુભવીએ છીએ.

“ सह वीर्य करवा वहै “ ના મંત્રથી આપણે  સૌ નિષ્ઠા, ખંત, શિસ્ત, ધૈર્ય અને અથાગ પ્રયત્નોથી શાળાના ભવ્ય વારસાનું જતન કરતાં કરતાં શાળાની પ્રતિષ્ઠાની સૌરભને ક્ષિતિજ સુધી મહેકતી રાખવાનો મનો સંકલ્પ  શાળા પરત્વે ઋણ સ્વીકારનો યત્ કિંચિત્ પ્રયત્ન કરીઐે.

શ્રી. અશોકભાઈ એમ. પટેલ

ઇન્ચાર્જ  આચાર્ય,

દીવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા, કાંકરિયા

 

———————————————————————————————————————————

 

ઇવેન્ટ કેલેન્ડર

પ્રવૃત્તિઓ

વિદ્યાર્થી / કર્મચારી ને જન્મદિવસની શુભેચ્છાઓ

No Birthday Event This Day..