• ફોન
    +91 79 2658 7173
  • ઈ મેઈલ
    trust@divanballubhai.edu.in
  • અમને અનુસરો
રાજેન્દ્ર ગઢવી

રાજેન્દ્ર ગઢવી

આચાર્યશ્રી નો સંદેશ

પ્રિય મિત્રો,

નમસ્કાર.

આપણી શાળાની ટુંકમાં ઓળખાણ કરાવું તો પાલડી વિસ્તારમાં 75 વર્ષ પહેલા 1942માં આ શાળાની શરૂઆત થઈ. અમદાવાદની જુનામાં જુની અને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ શાળા તરીકે જાણીતી આ શાળાનો પાયો ઘડાયો ત્યારે દેશમાં સ્વતંત્રતા સંગ્રામ શરૂ થઇ ગયો હતો. એનાં પરિણામે શાળાના વિદ્યાર્થીયો દેશ ભક્તિની ભાવનાથી ઓતપ્રોત હતા. આજે પણ એ પરંપરા ચાલુ છે. શાળાના અનેક વિદ્યાર્થીયો અત્યંત મહત્વપૂર્ણ હોદ્દા પર કાર્યરત છે, કેટલાક વિદ્યાર્થીયો આજે વિદ્વાન સંશોધકો , પ્રસિદ્ધ લેખક કે કવિ, ઉદ્યોગ-સાહસિકો તરીકે જાણીતા છે. આપણી શાળાની નામના એ છે કે  આ શાળાના વિદ્યાર્થીયો S.S.C. અને H.S.C. બોર્ડની પરીક્ષા માં ઉચ્ચ શ્રેણીમાં ઉત્તીર્ણ થાય છે. શાળાની સ્થાપના માટે જે ઉત્સાહ અને શૈક્ષણિક ક્ષેત્રે ખુબ આગળ વધવાની ઈચ્છા અમારા સ્થાપકોનાં મનમાં હતી એ જ વારસો આગળ વધારવાનો અમો પ્રયત્ન કરીયે છીએ અને એમાં આપ સૌનાં સહકાર ની અપેક્ષા રાખીએ છીએ.

રાજેન્દ્ર ગઢવી

ઇન્ચાર્જ આચાર્ય

ઇવેન્ટ કેલેન્ડર

પ્રવૃત્તિઓ

વિદ્યાર્થી / કર્મચારી ને જન્મદિવસની શુભેચ્છાઓ

No Birthday Event This Day..