• PHONE
    +91 79 2658 6328
  • EMAIL
    trust@divanballubhai.edu.in
  • FOLLOW US
ડૉ. કિરીટભાઈ જોષી

ડૉ. કિરીટભાઈ જોષી

PRINCIPAL’S MESSAGE

આદરણીય વાલીગણ,

નમસ્કાર.

સૌ પ્રથમ તો અમો આપશ્રીને અભિનંદન આપવા સાથે ગૌરવ અનુભવીએ છીએ કે આપણા શાળા પરિવારના તમામ સભ્યો ટ્રસ્ટીગણ, આચાર્યગણ, શિક્ષકો, વાલીગણ, વિદ્યાર્થીઓના પરસ્પર વિશ્વાસ, સહયોગ અને સફળ હકારાત્મક વિચાર વિનિમય થકી આપણી શાળામાં સારું શૈક્ષણિક વાતાવરણ જાળવવામાં આપણે સફળ રહ્યાં છીએ. અને તેના લીધે જ આપણી શાળાએ SVS (એસ વી એસ), જિલ્લાકક્ષાએ તેમજ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે.

આપશ્રીનું નમ્રભાવે પરિવારજન તરીકે ખાસ ધ્યાન દોરું છું કે, આજકાલ સમગ્ર સમાજમાં બાળકની કારકિર્દી બનાવવાની હોડમાં બાળપુષ્પો સુવાસિત બને તે પહેલાં જ મૂરઝાઇ જાય તેવું ભારણ, વાતાવરણ, દબાણ આપણે બાળકો ઉપર ઊભું કરીએ છીએ. તેમાંથી આપણે બહાર આવવા પ્રયત્ન કરીએ. આપણે સાથે મળી ને આપણા બાળકોની કારકિર્દી બનાવવા ચોક્કસ આયોજન કરીએ…….

  • બાળકની ક્ષમતા જાણીએ અને તેને અનુરૂપ જ તેનું પરિણામ મેળવવાનો ગોલ રાખો. તેનાથી વધુની અપેક્ષા રાખવી નહી જ.
  • બાળકને કયા વિષયમાં, કઈ પ્રવૃત્તિમાં, કઈ બાબતમાં રસ છે તે જાણી તેને અનુરૂપ જ બાળકોને કારકિર્દી બનાવવા અંતર્ગત વિવિધ અભ્યાસક્રમોની માહિતી એકત્ર કરો, આ અભ્યાસક્રમનો સમયગાળો, ખર્ચ, અભ્યાસક્રમ પૂર્ણ થયે ઉપલબ્ધ વ્યવસાયની તકો વગેરે જાણી બાળકને માહિતગાર કરો. તેની સાથે મુક્ત ચર્ચા કરો. તેને વિવિધ પસંદગીની છૂટ આપો, તક આપો.
  • પસંદગીના વ્યવસાય સાથે સંકળાયેલ સ્નેહીઓ, સંબધીઓની મુલાકાત કરાવડાવો.
  • દિવસ દરમ્યાન અભ્યાસ, વાંચન, લેસન, શાળાનો સમય – મળીને વધુમાં વધુ 10 કલાક ફાળવવા.
  • કારકિર્દી બનાવવામાં, વ્યવસાય માં સફળતા મેળવવામાં બાળકનું વ્યક્તિત્વ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલે શાળાની સહ અભ્યાસ પ્રવૃત્તિમાં રસપૂર્વક સહભાગી બને તે માટે પ્રોત્સાહિત કરો, માર્ગદર્શક બનો.
  • બાળકનું પરીક્ષા આધારિત પરિણામ ભલે વધુ કે ઓછુ હોય પરતું શાળેય શિક્ષણ બાળકોનો માનિસક, શારિરીક ઉપરાંત આધ્યાત્મિક અને નૈતિક વિકાસ કરે છે અને આ સર્વાંગી વિકાસ જ બાળક જે સ્થાન પર હોય તે સ્થાન પર સર્વોત્તમ સફળતા અપાવવામાં નિમિત બને છે.

ડૉ. કિરીટભાઈ જોષી

આચાર્ય,

દીવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા, કાંકરિયા

EVENT CALENDAR

ACTIVITIES

BIRTHDAY WISHES OF STUDENT/EMPLOYEES

No Birthday Event This Day..